પરિચય

નીચેના મુદ્દાઓ આ દસ્તાવેજમાં આવરાયેલા છે:

  • સ્થાપન-સંબંધિત નોંધો

  • લક્ષણ સુધારાઓ

  • ડ્રાઈવર સુધારાઓ

  • કર્નલ-સંબંધિત સુધારાઓ

  • અન્ય સુધારાઓ

  • ટેક્નોલોજી પૂર્વદર્શન

  • ઉકેલાયેલ મુદ્દાઓ

  • જાણીતા મુદ્દાઓ

Red Hat Enterprise Linux 5.1 પરના અમુક સુધારાઓ પ્રકાશન નોંધોની આ આવૃત્તિમાં દેખાશે નહિં. પ્રકાશન નોંધોની સુધારાયેલ આવૃત્તિ નીચેની URL આગળ પણ ઉપલબ્ધ હશે:

http://www.redhat.com/docs/manuals/enterprise/RHEL-5-manual/index.html

સ્થાપન-સંબંધિત નોંધો

નીચેનો વિભાગ Red Hat Enterprise Linux 5.1 ના સ્થાપન અને એનાકોન્ડા લગતી જાણકારીનો સમાવેશ કરે છે.

પહેલાથી-સ્થાપિત Red Hat Enterprise Linux 5 સુધારવા માટે, તમારે પેકેજો કે જે બદલાયેલ છે તેમને સુધારવા માટે Red Hat Network વાપરવું જ જોઈએ.

Red Hat Enterprise Linux 5.1 નું તાજું સ્થાપન કરવા માટે અથવા Red Hat Enterprise Linux 5 ની તાજેતરની આવૃત્તિ માંથી Red Hat Enterprise Linux 5.1 માં રૂપાંતરિત કરવા માટે તમે એનાકોન્ડા વાપરી શકો.

  • જો તમે Red Hat Enterprise Linux 5 CD-ROM (નેટવર્ક-આધારિત સ્થાપનની તૈયારી માટે, ઉદાહરણ તરીકે) ના સમાવિષ્ટોની નકલ કરી રહ્યા હોય તો માત્ર ઓપરેટિંગ સિસ્ટમ માટે જ CD-ROM ની નકલ કરવાનું ભૂલશો નહિં. પુરવઠીય CD-ROM ની, અથવા સ્તરવાળી ઉત્પાદન CD-ROM માંની કોઈની પણ નકલ કરશો નહિં, કારણ કે આ એનાકોન્ડા ની યોગ્ય દિશા માટે જરૂરી ફાઈલો પર ફરીથી લખી નાંખશે.

    પુરવઠીય CD-ROM અને અન્ય સ્તરવાળી ઉત્પાદન CD-ROMs ના સમાવિષ્ટો Red Hat Enterprise Linux 5.1 સ્થાપિત થઈ જાય પછી જ સ્થાપિત થવા જોઈએ.

  • જ્યારે Red Hat Enterprise Linux 5.1 ને સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાન પર સ્થાપિત કરી રહ્યા હોય, ત્યારે kernel-xen કર્નલ વાપરશો નહિં. આ કર્નલને સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનો પર વાપરવાનું તમારી સિસ્ટમને અટકાવવાનું કારણ બની શકે છે.

    જ્યારે Red Hat Enterprise Linux 5.1 ને સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાન પર સ્થાપિત કરી રહ્યા હોય ત્યારે જો તમે સ્થાપન નંબર વાપરી રહ્યા હોય, તો સ્થાપન દરમ્યાન વર્ચ્યુઅલાઈઝેશન પેકેજ જૂથને નાપસંદ કરવાનું ધ્યાન રાખો. વર્ચ્યુઅલાઈઝેશન પેકેજ જૂથ વિકલ્પ kernel-xen કર્નલ સ્થાપિત કરે છે.

    નોંધ કરો કે પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનો આ મુદ્દાથી અસર પામતા નથી. પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનો હંમેશા kernel-xen કર્નલ વાપરે છે.

  • જ્યારે Red Hat Enterprise Linux 5 માંથી 5.1 માં સુધારો કરી રહ્યા હોય ત્યારે જો તમે વર્ચ્યુઅલાઈઝ થયેલ કર્નલ વાપરી રહ્યા હોય, તો તમારે સુધારો સમાપ્ત કર્યા પછી રીબુટ કરવું જ પડશે.

    Red Hat Enterprise Linux 5 અને 5.1 નું હાયપરવિઝર ABI-સુસંગત નથી. જો તમે સુધારાઓ વચ્ચે રીબુટ કરો નહિં, તો સુધારાયેલ વર્ચ્યુઅલાઈઝેશન RPMs ચાલી રહેલ કર્નલ સાથે બંધબેસશે નહિં.

iSCSI સોફ્ટવેર આરંભ કરનાર માટે સ્થાપન / બુટ (open-iscsi)

iSCSI સ્થાપન અને બુટ મૂળભૂત રીતે Red Hat Enterprise Linux 5 માં ટેક્નલોજી પૂર્વદર્શન તરીકે ઓળખાવવામાં આવ્યા. આ લક્ષણ હવે સંપૂર્ણપણે આધારભૂત છે, નીચે વર્ણવાયેલ બંધનો સાથે.

આ ક્ષમતાને ત્રણ રૂપરેખાંકનો છે તમે શું:

  • હાર્ડવેર iSCSI આરંભ કરનાર વાપરી રહ્યા છો તેના પર આધાર રાખીને (જેમ કે QLogic qla4xxx)

  • સિસ્ટમ પર iSCSI (જેમ કે iSCSI બુટ ફર્મવેર, અથવા ઓપન ફર્મવેરની આવૃત્તિ કે જે iSCSI બુટ ક્ષમતાનું લક્ષણ આપે) માટેના ફર્મવેર બુટ આધાર સાથે open-iscsi આરંભ કરનાર વાપરી રહ્યા છો તેના પર આધાર રાખીને

  • iSCSI માટે કોઈપણ બુટ આધાર ફર્મવેર વિનાની સિસ્ટમ પર open-iscsi આરંભ કરનાર વાપરી રહ્યા છો તેના પર આધાર રાખીને

હાર્ડવેર iSCSI આરંભ કરનાર વાપરી રહ્યા હોય

જો તમે હાર્ડવેર iSCSI આરંભ કરનાર વાપરી રહ્યા હોય, તો તમે દૂરસ્થ સંગ્રહસ્થાનનો વપરાશ પ્રાપ્ત કરવા માટે કાર્ડની BIOS સેટ-અપ ઉપયોગીતાને IP સરનામું અને અન્ય પરમાણો દાખલ કરવા માટે વાપરી શકો છો. દૂરસ્થ સંગ્રહસ્થાનના લોજીકલ એકમો એનાકોન્ડામાં પ્રમાણભૂત sd ઉપકરણો તરીકે ઉપલબ્ધ રહેશે, કોઈપણ વધારાના સુયોજન વિના.

જો તમને દૂરસ્થ સંગ્રહસ્થાન સર્વર રૂપરેખાંકિત કરવા માટે initiator's qualified name (IQN) નક્કી કરવાની જરૂર હોય, તો નીચેના પગલાંઓ સ્થાપન દરમ્યાન અનુસરો:

  1. સ્થાપક પાનાં પર જાવ કે જ્યાં તમે કઈ ડિસ્ક ડ્રાઈવો સ્થાપન માટે વાપરવી તે પસંદ કરી શકો છો.

  2. અદ્યતન સંગ્રહ રૂપરેખાંકન પર ક્લિક કરો.

  3. iSCSI લક્ષ્ય ઉમેરો પર ક્લિક કરો.

  4. iSCSI IQN તે સ્ક્રીન પર દર્શાવવામાં આવશે.

iSCSI માટે ફર્મવેર બુટ આધાર સાથેની સિસ્ટમ પર open-iscsi વાપરી રહ્યા હોય

જો તમે open-iscsi સોફ્ટવેર આરંભ કરનારને iSCSI માટે ફર્મવેર બુટ આધાર સાથેની સિસ્ટમ પર વાપરી રહ્યા હોય, તો દૂરસ્થ સંગ્રહસ્થાન વાપરવા માટે જરૂરી પરિમાણો અને IP સરનામું દાખલ કરવા માટે ફર્મવેરની સેટઅપ ઉપયોગીતા વાપરો. આવું કરવાનું સિસ્ટમને દૂરસ્થ iSCSI સંગ્રહમાંથી બુટ કરવા માટે રૂપરેખાંકિત કરે છે.

વર્તમાનમાં, એનાકોન્ડા ફર્મવેર દ્વારા સચવાયેલ iSCSI જાણકારી વાપરતું નથી. તેની જગ્યાએ, તમારે સ્થાપન દરમ્યાન લક્ષ્ય IP સરનામું જાતે દાખલ કરવું પડશે. આવું કરવા માટે, ઉપર વર્ણવાયેલ પ્રક્રિયાની મદદથી આરંભ કરનારનું IQN નક્કી કરો. પછીથી, એ જ સ્થાપક પાનાં પર કે જ્યાં આરંભ કરનાર IQN દર્શાવવામાં આવે છે, ત્યાં iSCSI લક્ષ્ય કે જ્યાં તમે સ્થાપન કરવા માંગો છો તેનું IP સરનામું સ્પષ્ટ કરો.

iSCSI લક્ષ્યનું IP સરનામું જાતે સ્પષ્ટ કર્યા પછી, iSCSI લક્ષ્યો પરના લોજીકલ એકમો સ્થાપન માટે ઉપલબ્ધ બનશે. એનાકોન્ડા દ્વારા બનાવવામાં આવેલ initrd હવે iSCSI લક્ષ્યનું IQN અને IP સરનામું મેળવશે.

જો iSCSI લક્ષ્યના IQN અથવા IP સરનામા ભવિષ્યમાં બદલાઈ જાય, તો દરેક આરંભ કરનાર પર iBFT અથવા ઓપન ફર્મવેર સેટ-અપ ઉપયોગીતા દાખલ કરો અને લગતાવળગતા પરિમાણો બદલો. પછીથી, દરેક આરંભ કરનાર માટે નીચે બતાવ્યા મુજબ initrd (iSCSI સંગ્રહમાં સચવાયેલ) સુધારો:

  1. initrd ને gunzip ની મદદથી વિસ્તૃત કરો.

  2. તેને cpio -i ની મદદથી ખોલો.

  3. init ફાઈલમાં, iscsistartup શબ્દમાળા સમાવતી લીટી માટે શોધો. આ લીટી iSCSI લક્ષ્યનું IQN અને IP સરનામું પણ સમાવે છે; આ લીટીને નવા IQN અને IP સરનામા વડે સુધારો.

  4. initrd ને cpio -o ની મદદથી ફરી પેક કરો.

  5. initrd ને gunzip ની મદદથી ફરી સંકુચિત કરો.

ઓપન ફર્મવેર / iBFT ફર્મવેર દ્વારા સચવાયેલ iSCSI જાણકારી મેળવવા માટેની ઓપરેટિંગ સિસ્ટમની ક્ષમતા ભવિષ્યના પ્રકાશન માટે આયોજીત છે. આવું ઉન્નતીકરણ જ્યારેપણ iSCSI લક્ષ્યનું IP સરનામું અથવા IQN બદલાય ત્યારે initrd (iSCSI સંગ્રહમાં સચવાયેલ) ને દરેક આરંભ કરનાર માટે સુધારવાની જરૂરીયાતને દૂર કરશે.

open-iscsi ને iSCSI માટે કોઈપણ ફર્મવેર બુટ આધાર વિનાની સિસ્ટમ પર વાપરી રહ્યા હોય

જો તમે open-iscsi સોફ્ટવેર આરંભ કરનારને iSCSI માટે કોઈપણ જાતના ફર્મવેર બુટ આધાર વિનાની સિસ્ટમ પર વાપરી રહ્યા હોય, તો નેટવર્ક બુટ ક્ષમતા વાપરો (જેમ કે PXE/tftp). આ કિસ્સામાં, આરંભ કરનાર IQN નક્કી કરવા માટે અને iSCSI લક્ષ્યનું IP સરનામું સ્પષ્ટ કરવા માટે પહેલાં વર્ણવાયેલ એ જ પ્રક્રિયા અનુસરો. એકવાર સમાપ્ત થાય, પછી initrd ને નેટવર્ક બુટ સર્વરમાં નકલ કરો અને સિસ્ટમને નેટવર્ક બુટ માટે સુયોજીત કરો.

એ જ રીતે, જો iSCSI લક્ષ્યનું IP સરનામું અથવા IQN બદલાઈ જાય, તો initrd પણ એ જ પ્રમાણે સુધારવામાં આવવી જોઈએ. આવું કરવા માટે, initrd ને દરેક આરંભ કરનાર માટે સુધારવા માટે પહેલાં વર્ણવાયેલ એ જ પ્રક્રિયા વાપરો.

લક્ષણ સુધારાઓ

EXT3 ઉન્નતીકરણ

EXT3 ની મહત્તમ ક્ષમતા હવે 16TB (8TB થી વધીને) છે. આ ઉન્નતીકરણ મૂળભૂત રીતે Red Hat Enterprise Linux 5 માં ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે સમાવવામાં આવેલ હતું, અને તે હવે સંપૂર્ણપણે આ સુધારા માટે આધારભૂત છે.

yum-security

હવે yum ને માત્ર સુરક્ષા સુધારાઓ સ્થાપિત કરવા માટે મર્યાદા મૂકવાનું શક્ય છે. આવું કરવા માટે, ખાલી yum-security પ્લગઈન સ્થાપિત કરો અને નીચેનો આદેશ ચલાવો:

yum update --security

એનાકોન્ડા સ્તર ૨ સ્થિતિ ઉન્નતીકરણ
સ્રોતને સ્વતંત્રત રીતે પુનઃશરૂ કરી રહ્યા છીએ

હવે સ્રોતની તેની પિતૃ સેવા અટકાવ્યા વિના ક્લસ્ટરમાં પુનઃશરૂ કરવાનું શક્ય છે. આ /etc/cluster/cluster.conf માં ચાલી રહેલ નોડ પર __independent_subtree="1" લક્ષણની મદદથી સ્રોતને સ્વતંત્ર તરીકે ટેગ કરવા માટે રૂપરેખાંકિત કરી શકાય છે.

ઉદાહરણ તરીકે:

<service name="example">
        <fs name="One" __independent_subtree="1" ...>
                <nfsexport ...>
                        <nfsclient .../>
                </nfsexport>
        </fs>
        <fs name="Two" ...>
                <nfsexport ...>
                        <nfsclient .../>
                </nfsexport>
                <script name="Database" .../>
        </fs>
        <ip/>
</service>

અંહિ, બે ફાઈલ સિસ્ટમ સ્રોતો વપરાય છે: એક અને બે. જો એક નિષ્ફળ જાય, તો તે બે ને અટકાવ્યા વિના પુનઃશરૂ થાય છે. જો બે નિષ્ફળ જાય, તો બધા ઘટકો (એક, એક ના બાળકો અને બે ના બાળકો) પુનઃશરૂ થાય. કોઈપણ સમયે બે અને તેના બાળકો એક દ્વારા પૂરા પાડવામાં આવેલ કોઈપણ સ્રોતો પર આધારભૂત હોય છે.

નોંધ કરો કે સામ્બા માટે ચોક્કસ સેવા બંધારણ જરૂરી છે, અને આથી તે સ્વતંત્ર ઉપવૃક્ષો સાથેની સેવામાં વાપરી શકાશે નહિં. આ અન્ય ઘણા સ્રોતો માટે ખરું છે, તેથી __independent_subtree="1" લક્ષણને સાવધાની સાથે વાપરો.

વર્ચ્યુઅલાઈઝેશન

નીચેના વર્ચ્યુઅલાઈઝેશન સુધારાઓ પણ આ પ્રકાશનમાં સમાવવામાં આવેલ છે:

  • વર્ચ્યુઅલાઈઝ થયેલ કર્નલ હવે kdump વિધેય વાપરી શકે છે.

  • AMD-V એ હવે આ પ્રકાશનમાં આધારભૂત છે. આ સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનો માટે જીવંત ડોમેઈન રૂપાંતરણને સક્રિય કરે છે.

  • વર્ચ્યુઅલાઈઝ થયેલ કર્નલ હવે 256GB ની RAM સુધી આધાર આપી શકે છે.

  • in-kernel સોકેટ API હવે વિસ્તૃત કરવામાં આવેલ છે. આ એ ભૂલને સુધારવા માટે કરવામાં આવેલ હતું કે જે sctp ને મહેમાનો વચ્ચે ચલાવતી વખતે થાય છે.

  • વર્ચ્યુઅલ નેટવર્કીંગ એ હવે libvirt, વર્ચ્યુઅલાઈઝેશન લાઈબ્રેરી, નો ભાગ છે. libvirt પાસે આદેશોનો સમૂહ છે કે જે મશીન પર બધા સ્થાનીય મહેમાનો માટે વર્ચ્યુઅલ NAT/router અને ખાનગી નેટવર્ક સુયોજીત કરે છે. આ ખાસ કરીને મહેમાનો માટે ઉપયોગી છે કે જેઓને બહારથી માર્ગીય થવાની જરૂર નથી. તે વિકાસકર્તાઓ માટે પણ ઉપયોગી છે કે જેઓ તેમના લેપટોપ પર વર્ચ્યુઅલાઈઝેશન વાપરે છે.

    નોંધ કરો કે વર્ચ્યુઅલ નેટવર્કીંગ ક્ષમતા dnsmasq પર આધારભૂતપણું ઉમેરે છે, કે જે વર્ચ્યુઅલ નેટવર્ક માટે dhcp નિયંત્રિત કરે છે.

    libvirt વિશે વધુ જાણકારી માટે, http://libvirt.org નો સંદર્ભ લો.

  • libvirt હવે અસક્રિય વર્ચ્યુઅલ મશીનોની વ્યવસ્થા કરી શકે છે. libvirt આવું ડોમેઈનોને અટકાવ્યા કે શરૂ કર્યા વિના વ્યાખ્યાયિત કરીને અને ના કરીને કરે છે. આ વિધેય એ virsh define અને virsh undefine આદેશો જેવું જ છે.

    આ ઉન્નતીકરણ Red Hat વર્ચ્યુઅલ મશીન વ્યવસ્થાપકને બધા ઉપલબ્ધ મહેમાનો દર્શાવવા માટે પરવાનગી આપે છે. આ તમને આ મહેમાનો સીધા જ GUI માંથી શરૂ કરવા માટે પરવાનગી આપે છે.

  • kernel-xen પેકેજ સ્થાપિત કરવાનું લાંબા સમય સુધી અયોગ્ય / અપૂર્ણ elilo.conf પ્રવેશોની બનાવટને વધારો આપતું નથી.

  • સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનો હવે હોટ-માઈગ્રેશનને આધાર આપે છે.

  • xm create આદેશને હવે virt-manager માં ગ્રાફિકવાળું સમતુલ્ય વિકલ્પ છે.

  • Nested Paging (NP) હવે આધારભૂત છે. આ લક્ષણ વર્ચ્યુઅલાઈઝ થયેલ પર્યાવરણોમાં મેમરી વ્યવસ્થાપનની સંકુચિતતા ઘટાડે છે. વધુમાં, NP એ મેમરી-સંવેદનશીલ મહેમાનોમાં CPU ઉપયોગીતાપણું પણ ઘટાડે છે.

    હાલમાં, NP એ મૂળભૂત રીતે સક્રિય કરવામાં આવેલ નથી. જો તમારી સિસ્ટમ NP ને આધાર આપે, તો એ આગ્રહણીય છે કે તમે NP ને hap=1 પરિમાણ સાથે હાયપરવિઝર બુટ કરીને સક્રિય કરો.

વર્ચ્યુઅલાઈઝેશન લક્ષણનો આ સુધારો પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ 32-bit મહેમાનોને 64-bit યજમાનો પર સ્થાપન કરવાની અને ચલાવવાની ક્ષમતાનો પણ સમાવેશ કરે છે. છતાંય, આ ક્ષમતા ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે પૂરી પાડવામાં આવેલ છે; આથી, તે ઉત્પાદન વપરાશ માટે આધારભૂત નથી.

વહેંચાયેલ પાનાં કોષ્ટકો

વહેંચાયેલ પાનાં કોષ્ટકો હવે hugetlb મેમરી માટે આધારભૂત છે. આ પાનાં કોષ્ટક પ્રવેશોને ઘણીબધી પ્રક્રિયાઓમાં વહેંચાયેલ હોય તે માટે સક્રિય કરે છે.

પાનાં કોષ્ટક પ્રવેશોને ઘણીબધી પ્રક્રિયાઓમાં વહેંચવાનું ઓછી કેશ જગ્યા વાપરે છે. આ કાર્યક્રમ કેશ હીટ ગુણોત્તર સુધારે છે, કે જે સારા કાર્યક્રમ પ્રભાવમાં પરિણમે છે.

tick_divider

tick_divider=<value> વિકલ્પ એ sysfs પરિમાણ છે કે જે તમને સિસ્ટમ ઘડિયાળ દર સંતુલિત કરવા માટે પરવાનગી આપે છે જ્યારે એ જ દૃશ્ય HZ સમય કિંમતને વપરાશકર્તા જગ્યા કાર્યક્રમોમાં જાળવી રહ્યા હોય.

tick_divider= વિકલ્પ વાપરવાનું તમને CPU ઓવરહેડ ઘટાડવાનું અને સમય પ્રક્રિયા અને રૂપરેખાકરણની ચોકસાઈ ઘટાડીને ખર્ચની અસર વધારવા માટે પરવાનગી આપે છે.

પ્રમાણભૂત 1000Hz ઘડિયાળ માટે ઉપયોગી <કિંમતો>:

  • 2 = 500Hz

  • 4 = 250Hz

  • 5 = 200Hz

  • 8 = 125Hz

  • 10 = 100Hz (Red Hat Enterprise Linux ના પહેલાંના પ્રકાશન દ્વારા વાપરવામાં આવતી કિંમત)

નોંધ કરો કે વર્ચ્યુઅલાઈઝ થયેલ કર્નલ મહેમાનો પર ઘણાબધા ટાઈમર દરોને આધાર આપતી નથી. dom0 એ બધા મહેમાનો માટે ચોક્કસ સમય દર વાપરે છે; આ ભાર ઘટાડે છે કે જે વિવિધ ટિક દરો સર્જી શકે છે.

dm-multipath ઉપકરણોમાં સ્થાપન કરી રહ્યા છીએ

એનાકોન્ડાને હવે dm-multipath ઉપકરણો શોધવાની, બનાવવાની, અને સ્થાપિત કરવાની ક્ષમતા છે. આ લક્ષણ સક્રિય કરવા માટે, કર્નલ બુટ વાક્યમાં mpath પરિમાણ ઉમેરો.

આ લક્ષણ મૂળ Red Hat Enterprise Linux 5 માં ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે સૂચિત થયું હતું, અને તે હવે આ પ્રકાશનમાં સંપૂર્ણપણે આધારભૂત છે.

નોંધ કરો કે dm-multipathDell MD3000 માટે ઈનબોક્સ આધારનું લક્ષણ પણ આપે છે. છતાંય, ઘણાબધા નોડ કે જે dm-multipath ને MD3000 વાપરવા માટે વાપરે છે તે તુરંત ફેઈલબેક કરી શકે નહિં.

ભવિષ્યમાં, એ આગ્રહણીય છે કે તમે વૈવિધ્યપૂર્ણ પાર્ટીશનીંગ ઈન્ટરફેસને એનાકોન્ડામાં વાપરો જો તમારી સિસ્ટમને મલ્ટીપાથ અને બિન-મલ્ટીપાથ ઉપકરણો બંને માટે આધાર હોય. આપોઆપ પાર્ટીશનીંગ ને આવા કિસ્સાઓમાં વાપરવાનું એ જ લોજીકલ વોલ્યુમ જૂથોમાં બંને પ્રકારના ઉપકરણો બનાવવાનું કારણ બની શકે.

હાલમાં, નીચેના બંધનો આ લક્ષણને લાગુ પડે છે:

  • જો ત્યાં બુટ Logical Unit Number (LUN) ને માત્ર એક જ પાથ હોય, તો એનાકોન્ડા એ SCSI ઉપકરણમાં સ્થાપન કરે છે જો mpath સ્પષ્ટ થયેલ હોય તો પણ. બુટ LUN માં તમે વિવિધ પાથો સક્રિય કરો અને initrd પુનઃબનાવો, તો પણ ઓપરેટિંગ સિસ્ટમ dm-multipath ઉપકરણની જગ્યાએ SCSI ઉપકરણમાંથી જ બુટ થશે.

    છતાંય, જો ત્યાં બુટ LUN ને શરૂ કરવા માટે વિવિધ પાથો હોય, તો એનાકોન્ડા યોગ્ય રીતે લાગતાવળગતા dm-multipath ઉપકરણમાં સ્થાપન કરશે mpath એ કર્નલ બુટ વાક્યમાં સ્પષ્ટ થાય પછી.

  • મૂળભૂત રીતે, multipath.conf માં user_friendly_namesyes માં સુયોજીત થયેલ હોય છે. આ dm-multipath રુટ ઉપકરણના આધારભૂત અમલીકરણને સુયોજીત કરવા માટે જરૂરી છે. આથી, user_friendly_names ને no માં સુયોજીત કરવાનું અને initrd પુનઃબનાવવાનું નીચેની ભૂલ સાથે બુટ નિષ્ફળતામાં પરિણમશે:

    ફાઈલસિસ્ટમો ચકાસી રહ્યા છીએ
    fsck.ext3: /dev/mapper/mpath0p1 ખોલવાનો પ્રયાસ કરતી વખતે આવી કોઈ ફાઈલ કે ડિરેક્ટરી નથી
    
Storage Area Network (SAN) માંથી બુટ કરી રહ્યા છીએ

SAN ડિસ્ક ઉપકરણમાંથી બુટ કરવાની ક્ષમતા હવે આધારભૂત છે. આ કિસ્સામાં, SAN એ ફાયબર ચેનલ અથવા iSCSI ઈન્ટરફેસનો સંદર્ભ આપે છે. આ ક્ષમતા dm-multipath ની મદદથી વિવિધ પાથો મારફતે સિસ્ટમ-થી-સંગ્રહ જોડાણ માટેના લક્ષણોને પણ આધાર આપે છે.

રૂપરેખાંકનોમાં કે જે વિવિધ host bus adapters (HBA) વાપરે છે, તેઓ માટે તમારે સિસ્ટમ BIOS ને અન્ય એડેપ્ટરમાંથી બુટ કરવાની જરૂર પડશે જો વર્તમાન એડેપ્ટરમાંથી બુટ કરવામાં બધા પાથ નિષ્ફળ જાય.

nfsroot

nfsroot એ હવે આ સુધારામાં સંપૂર્ણપણે આધારભૂત છે. આ વપરાશકર્તાઓને Red Hat Enterprise Linux 5.1 ને તેની રુટ ફાઈલ સિસ્ટમ કે જે NFS મારફતે માઉન્ટ થયેલ છે તેની સાથે (/) ચલાવવાની પરવાનગી આપે છે.

nfsroot એ મૂળ Red Hat Enterprise Linux 5 માં ટેક્નોલોજી પૂર્વદર્શનના Stateless Linux લક્ષણના ના ઉપગણ તરીકે સૂચિત થયેલ હતું. Stateless Linux નું સંપૂર્ણ અમલીકરણ ટેક્નોલોજી પૂર્વદર્શન રહે છે.

હાલમાં, nfsroot ને નીચેના બંધનો છે:

  • દરેક ક્લાઈન્ટને NFS સર્વર પર તેની પોતાની અલગ રુટ ફાઈલ સિસ્ટમ હોવી જ જોઈએ. આ બંધન લાગુ પડે છે જો રુટ એ માત્ર-વાંચી શકાય તેવા વપરાશમાં હોય તો પણ.

  • SWAP એ NFS ઉપર આધારભૂત નથી.

  • SELinux એ nfsroot ક્લાઈન્ટો પર સક્રિય કરી શકાશે નહિં. સામાન્ય રીતે, Red Hat એ SELinux ને નિષ્ક્રિય કરવાનો આગ્રહ રાખતું નથી. આથી, ગ્રાહકોએ આ ક્રિયા માટે સુરક્ષા અમલીકરણો કાળજીપૂર્વક ધ્યાનમાં રાખવા જ જોઈએ.

nfsroot કેવી રીતે સુયોજીત કરવું તે જાણવા પર નીચેની પ્રક્રિયાનો સંદર્ભ લો. આ પ્રક્રિયા ધારે છે કે તમારું નેટવર્ક ઉપકરણ eth0 છે અને સંકળાયેલ નેટવર્ક ડ્રાઈવર tg3 છે. તમારે તમારા સિસ્ટમ રૂપરેખાંકનને અનુલક્ષીને સંતુલન કરવાની જરૂર પડશે:

  1. તમારી ઘર ડિરેક્ટરીમાં initrd ને નીચેના આદેશની મદદથી બનાવો:

    mkinitrd --with=tg3 --rootfs=nfs --net-dev=eth0 --rootdev=<nfs server ip>:/<path to nfsroot> ~/initrd-<kernel-version>.img <kernel-version>

    initrd એ Red Hat Enterprise Linux 5.1 કર્નલની મદદથી જ બનેલ હોવું જોઈએ.

  2. આગળ, zImage.initrd ઈમેજને પહેલાં બનેલ initrd માંથી બનાવો. zImage.initrd એ સંકુચિત કર્નલ છે અને initrd એ એક ઈમેજમાં છે. નીચેનો આદેશ વાપરો:

    mkzimage /boot/System.map-<kernel-version> ~/initrd-<kernel-version>.img /usr/share/ppc64-utils/zImage.stub ~/zImage.initrd-<kernel-version>

  3. બનાવેલ zImage.initrd-<kernel-version> ને તમારા tftp સર્વર પર નિકાસ કરી શકાય તેવા સ્થાને નકલ કરો.

  4. ખાતરી કરો કે nfs સર્વર પર નિકાસ કરેલ nfsroot ફાઈલ સિસ્ટમ બાઈનરીઓ અને મોડ્યુલો સમાવે. આ બાઈનરીઓ અને મોડ્યુલો initrd ને પ્રથમ પગલાંમા બનાવવા માટે વાપરવામાં આવે છે કે જે કર્નલની આવૃત્તિને લગતાવળગતા હોવા જ જોઈએ.

  5. ક્લાઈન્ટને લક્ષ્ય zImage.initrd-<kernel-version> તરફ નિર્દેશ કરવા માટે DHCP સર્વર રૂપરેખાંકિત કરો.

    આવું કરવા માટે, નીચેના પ્રવેશો DHCP સર્વરની /etc/dhcpd.conf ફાઈલમાં ઉમેરો:

    next-server <tftp hostname/IP address>;
    filename "<tftp-path>/zImage.initrd";
    

    નોંધ કરો કે <tftp-path> એ પાથને zImage.initrd માં સ્પષ્ટ કરતું હોવું જોઈએ કે જેમાંથી tftp-exported ડિરેક્ટરી હોય. ઉદાહરણ તરીકે, જો zImage.initrd નો ચોક્કસ પાથ /tftpboot/mykernels/zImage.initrd હોય અને /tftpboot/tftp-exported ડિરેક્ટરી હોય, તો પછી <tftp-path>mykernels/zImage.initrd હોવું જોઈએ.

  6. છેલ્લે, તમારી સિસ્ટમના બુટ રૂપરેખાંકન પરિમાણો સુયોજીત કરો તેને પ્રથમ નેટવર્ક ઉપકરણમાંથી બુટ કરતું બનાવવા માટે (આ ઉદાહરણમાં, eth0 એ નેટવર્ક ઉપકરણ છે).

GFS2

GFS2 એ GFS નું વધતું ઉન્નતીકરણ છે. આ સુધારો ઘણાબધા નોંધપાત્ર સુધારાઓને લાગુ પડે છે કે જેને ડિસ્ક-પર ફાઈલ સિસ્ટમ બંધારણ બદલવાની જરૂર છે. GFS ફાઈલ સિસ્ટમો GFS2 માં gfs2_convert ઉપયોગીતાની મદદથી ફેરવી શકાય છે, કે જે GFS ફાઈલ સિસ્ટમનો મેટાડેટા અનુલક્ષીને સુધારે છે.

GFS2 એ મૂળ Red Hat Enterprise Linux 5 માં ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે પ્રકાશિત થયેલ હતું, અને એ હવે આ સુધારામાં સંપૂર્ણપણે આધારભૂત છે. બેન્ચમાર્ક ચકાસણીઓ નીચેના પર ઝડપી પ્રભાવને સૂચવે છે:

  • એક ડિરેક્ટરી અને ઝડપી ડિરેક્ટરી સ્કેનોમાં મોટો વપરાશ (પોસ્ટમાર્ક બેન્ચમાર્ક)

  • સુમેળ I/O પ્રક્રિયાઓ (fstest બેન્ચમાર્ક ચકાસણી TIBCO જેવા સંદેશાવાહક કાર્યક્રમો માટે સુધારાયેલ પ્રતિભાવ સૂચવે છે)

  • કેશ થયેલ વાંચનો, કારણ કે ત્યાં લાંબા સમય સુધી કોઈ લોકીંગ ઓવરહેડ નથી

  • પૂર્વફાળવેલ ફાઈલોનું સીધુ I/O

  • NFS ફાઈલ નિયંત્રણ લુકઅપો

  • df, જેમ ફાળવણી જાણકારી હવે કેશ થયેલ છે

વધુમાં, GFS2 નીચેના ફેરફારોનું પણ લક્ષણ આપે છે:

  • જર્નલો હવે મેટાડેટાની જગ્યાએ સાદી (છતાં છુપી) ફાઈલો છે. જર્નલો હવે વધારાના સર્વરોની માઉન્ટ ફાઈલ સિસ્ટમ તરીકે વૈશ્વિક રીતે ઉમેરી શકાશે.

  • ક્વોટાઓ હવે માઉન્ટ વિકલ્પ quota=<on|off|account> ની મદદથી સક્રિય અને નિષ્ક્રિય કરવામાં આવેલ છે

  • quiesce એ નિષ્ફળતા પુનઃપ્રાપ્તિ માટે ક્લસ્ટર પર જર્નલો ફરી ચલાવવા માટે લાંબા સમય સુધી જરૂરી નથી

  • નેનોસેકન્ડ સમયનોંધો હવે આધારભૂત છે

  • ext3 ની જેમ, GFS2 હવે data=ordered સ્થિતિને આધાર આપે છે

  • લક્ષણ સુયોજનો lsattr() અને chattr() હવે પ્રમાણભૂત ioctl() મારફતે આધારભૂત છે

  • 16TB કરતાં મોટા ફાઈલ સિસ્ટમ માપો હવે આધારભૂત છે

  • GFS2 એ પ્રમાણભૂત ફાઈલ સિસ્ટમ છે, અને તે બિન-ક્લસ્ટરવાળા રૂપરેખાંકનોમાં વાપરી શકાશે

ડ્રાઈવર સુધારા કાર્યક્રમ

ડ્રાઈવર સુધારા કાર્યક્રમ (Driver Update Program - DUP) એ ત્રીજી-વ્યક્તિ વિક્રેતાઓ (જેમ કે OEMs) ને તેમના પોતાના ઉપકરણ ડ્રાઈવરો અને અન્ય Linux કર્નલ મોડ્યુલોને Red Hat Enterprise Linux 5 સિસ્ટમોમાં નિયમિત RPM પેકેજોની મદદથી વિતરણ સમાવિષ્ટો તરીકે ઉમેરવા માટે પરવાનગી આપવા માટે રચાયેલ છે.

Red Hat Enterprise Linux 5.1 એ DUP ને ઘણાબધા સુધારાઓ લાગુ કરે છે, એકદમ સૂચનીય રીતે:

  • ડ્રાઈવર સુધારા ડિસ્ક મારફતે સ્થાપન-સમય ડ્રાઈવર સુધારા RPMs હવે આધારભૂત છે

  • સિસ્ટમ બુટપાથને અસર કરતા બુટપાથ ડ્રાઈવર સુધારાઓ હવે આધારભૂત છે

  • Advanced Linux Sound Architecture (ALSA) ના ત્રીજી-વ્યક્તિ પેકેજીંગનો આધાર હવે દૂર કરવામાં આવેલ છે

આગળ, પરવાનગીય કર્નલ ABI સંજ્ઞા સફેદયાદીઓને વિવિધ સુધારાઓ લાગુ પાડવામાં આવેલ હતા. આ સફેદયાદીઓ કઈ સંજ્ઞાઓ અને માહિતી બંધારણો કર્નલ દ્વારા પૂરા પાડવામાં આવેલ છે કે જે ત્રીજી-વ્યક્તિ ડ્રાઈવર દ્વારા વાપરી શકાય તે નક્કી કરવા માટે વપરાય છે.

વધુ જાણકારી માટે, http://www.kerneldrivers.org/RedHatKernelModulePackages નો સંદર્ભ લો.

ડ્રાઈવર સુધારાઓ

સામાન્ય ડ્રાઈવર સુધારાઓ
  • acpi: Lenovo લેપટોપ સાથેના ઘણાબધા ACPI અને ડોકીંગ સ્ટેશન મુદ્દાઓને સંબોધવા માટે ibm_acpi મોડ્યુલ સુધારાયું.

  • ipmi: પોલીંગ kthread લાંબા સમય સુધી ચાલતું નથી જ્યારે હાર્ડવેર ઈન્ટ્રપ્ટ બેઝબોર્ડ વ્યવસ્થાપન નિયંત્રકને સોંપવામાં આવેલ નહિં હોય.

  • sata: SATA/SAS આવૃત્તિ 2.6.22-rc3 માં સુધારાયેલ.

  • openib અને openmpi: OFED (OpenFabrics Enterprise Distribution) આવૃત્તિ 1.2 માં સુધારાયેલ છે.

  • powernow-k8: Greyhound ને સંપૂર્ણપણે આધાર આપવા માટે આવૃત્તિ 2.0.0 માં સુધારાયું.

  • xinput: સંપૂર્ણ RSA આધાર સક્રિય કરવા માટે ઉમેરાયું.

  • aic94xx: આવૃત્તિ 1.0.2-1 માં સુધારાયું, જડિત sequencer firmware to v17 ના સુધારા સાથે. આ સુધારાઓ નીચેના ફેરફારો લાગુ કરશે:

    • વિસ્તારકો સાથેના પ્લેટફોર્મ પર ascb race શરત સુધારાઈ

    • REQ_TASK_ABORT અને DEVICE_RESET નિયંત્રકો ઉમેરાયા

    • ભૌતિક પોર્ટ હવે શોધ ભૂલ પછી યોગ્ય રીતે સાફ થઈ ગયા

    • phys હવે સક્રિય કરી શકાશે અને sysfs મારફતે નિષ્ક્રિય થઈ જશે

    • DDB ની race શરતથી બચવા માટે DDB તાળાંનો વિસ્તૃત વપરાશ

ઓડિયો

ALSA એ આવૃત્તિ 1.0.14 માં સુધારાઈ ગયું. આ સુધારો નીચેના સુધારાઓ લાગુ કરે છે:

  • IBM Taroko (M50) પર ઘોંઘાટ સમસ્યા સુધારાઈ

  • Realtek ALC861 એ હવે આધારભૂત છે

  • xw8600 અને xw6600 પર મૂંગુ કરવાની સમસ્યા સુધારાઈ

  • ADI 1884 Audio એ હવે આધારભૂત છે

  • xw4600 પર ઓડિયો રૂપરેખાંકન સમસ્યા સુધારાઈ ગઈ

PCI
  • PCIX અને PCI-Express માટે મહત્તમ વાંચન અરજી માપ સુયોજીત કરવા માટે વિધેય કોલો ઉમેરાયા

  • IBM System P મશીનો હવે PCI-Express hotplugging ને આધાર આપે છે

  • SB600 SMBus આધાર આપવા માટે જરૂરી ડ્રાઈવરો અને PCI ID ઉમેરાયા

નેટવર્ક
  • e1000 ડ્રાઈવર: I/OAT-સક્રિયકૃત ચિપસેટોને આધાર આપવા માટે આવૃત્તિ 7.3.20-k2 માં સુધારાયું.

  • bnx2 ડ્રાઈવર: 5709 હાર્ડવેરને આધાર આપવા માટે આવૃત્તિ 1.5.11 માં સુધારાયું.

  • B44 ઈથરનેટ ડ્રાઈવર: નીચેના ફેરફારો લાગુ કરવા માટે અપસ્ટ્રીમ આવૃત્તિ 2.6.22-rc4 માંથી બેકપોર્ટ થયું:

    • ઘણા endianness સુધારાઓ કરવામાં આવ્યા હતા

    • DMA_30BIT_MASK અચળ હવે વપરાય છે

    • skb_copy_from_linear_data_offset() એ હવે વપરાય છે

    • spin_lock_irqsave() હવે સુરક્ષિત ઈન્ટ્રપ્ટ નિષ્ક્રિયકરણનું લક્ષણ આપે છે

    • અટકાવવા પર સાદી ભૂલ ચકાસણી કરવામાં આવે છે

    • મલ્ટીકાસ્ટના ઘણાબધા સુધારાઓ લાગુ પાડવામાં આવેલ હતા

    • ચિપ પુનઃસુયોજન હવે પહેલાં કરતાં વધુ સમય લે છે

  • Marvell sky2 ડ્રાઈવર: ભૂલ કે જે કર્નલ દુઃખાવાનું કારણ છે જો ifup/ifdown આદેશો પુનરાવર્તિત રીતે ચલાવવામાં આવે તે સુધારવા માટે આવૃત્તિ 1.14 માં સુધારાઈ ગયેલ છે.

  • forcedeth-0.60 ડ્રાઈવર: હવે આ પ્રકાશનમાં સમાવવામાં આવેલ છે. આ ઘણાબધા જટિલ ભૂલ સુધારાઓને લાગે છે એવા ગ્રાહકો માટે કે જેઓ NVIDIA ના MCP55 મધરબોર્ડ ચિપસેટો અને લાગતાવળગતા ઓનબોર્ડ NIC વાપરી રહ્યા હોય.

  • ixgb ડ્રાઈવર: તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિ (1.0.126) માં સુધારાયું.

  • netxen_nic ડ્રાઈવર: આવૃત્તિ 3.4.2-2 NetXen 10GbE નેટવર્ક કાર્ડો માટે આધાર સક્રિય કરવા માટે ઉમેરવામાં આવ્યું.

  • Chelsio 10G ઈથરનેટ નેટવર્ક નિયંત્રક હવે આધારભૂત છે.

  • s2io ઉપકરણમાં PCI ભૂલ પુનઃપ્રાપ્તિ માટે આધાર ઉમેરાયો.

  • બ્રોડકોમ વાયરલેસ ઈથરનેટ ડ્રાઈવર હવે PCI ID ને nx6325 કાર્ડ માટે આધાર આપે છે.

  • ભૂલ સુધારાઈ કે જેણે ASSERTION FAILED ભૂલ પેદા કરી હતી જ્યારે BCM4306 ને ifup મારફતે શરૂ કરવા જઈ રહ્યા હતા.

  • ixgb ડ્રાઈવર: EEH PCI ભૂલ પુનઃપ્રાપ્તિ આધારને Intel 10-gigabit ઈથરનેટ કાર્ડ માટે ઉમેરવા માટે સુધારવામાં આવ્યું. વધુ જાણકારી માટે, /usr/share/doc/kernel-doc-<kernel version>/Documentation/pci-error-recovery.txt નો સંદર્ભ લો.

  • qla3xxx ડ્રાઈવર: QLogic iSCSI એડેપ્ટરો માટે iSCSI વાપર્યા વિના નેટવર્કીંગ આધાર પૂરો પાડવા માટે આવૃત્તિ 2.03.00-k3 માં સુધારવામાં આવ્યું અને પુનઃસક્રિયકૃત કરવામાં આવ્યું.

  • Intel PRO/Wireless 3945ABG નેટવર્ક ડ્રાઈવર: આવૃત્તિ 1.2.0 માં સુધારાયું. આ સુધારો ઘણાબધા મુદ્દાઓ ઉકેલે છે, સોફ્ટ લોકઅપ ભૂલનો સમાવેશ કરીને કે જે અમુક લેપટોપ માટે ચોક્કસ પરિસ્થિતિઓ હેઠળ થાય છે.

  • qla2xxx: ડ્રાઈવર આવૃત્તિ 8.01.07-k6 માં સુધારાયું. આ ઘણાબધા ફેરફારો લાગુ કરે છે, એકદમ નોંધનીય:

    • iIDMA એ હવે આધારભૂત છે

    • નીચેના ફાયબર ચેનલ લક્ષણો હવે આધારભૂત છે:

      • સાંકેતિક નોડનામ

      • સિસ્ટમ યજમાનનામ

      • ફેબ્રિક નામ

      • યજમાન પોર્ટ સ્થિતિ

    • ટ્રેસ-નિયંત્રણ અસુમેળ ઘટનાઓ લાંબા સમય સુધી લોગ થશે નહિં

    • પુનઃસુયોજન નિયંત્રણ કરતું લોજીક સુધારાઈ ગયું

    • MSI-X એ હવે આધારભૂત છે

    • IRQ-0 સોંપણીઓ હવે સિસ્ટમ પ્રતિ સંભાળવામાં આવે છે

    • NVRAM સુધારાઓ તુરંત જ અસરમાં જાય છે

IPMI

આ પ્રકાશન IPMI ડ્રાઈવર સમૂહનો સુધારો સમાવે છે આવૃત્તિ 2.6.21.3 પ્રમાણે અપસ્ટ્રીમ ફેરફારોનો સમાવેશ કરવા માટે, 2.6.22-rc-4 માં સમાયેલ અમુક પેચો સાથે. આ સુધારા લક્ષણો નીચેના ફેરફારો આપે છે (બીજાઓમાં):

  • બિનઆરંભિત ભૂલને ipmi_si_intf માં સુધારી

  • kipmid એ લાંબા સમય સુધી શરૂ થતું નથી જો બીજું ડ્રાઈવર ઈન્ટ્રપ્ટોને આધાર આપે

  • વપરાશકર્તાઓ હવે કર્નલ ડિમન enable ને force_kipmid મારફતે ઓવરરાઈડ કરવા માટે માન્ય છે

  • ચેનલ-પ્રતિ આદેશ રજીસ્ટ્રેશન હવે આધારભૂત છે

  • MAX_IPMI_INTERFACES એ લાંબા સમય સુધી વપરાતું નથી

  • હોટ સિસ્ટમ ઈન્ટરફેસ નિરાકરણ હવે આધારભૂત છે

  • ફર્મવેર સુધારાઓને આધાર આપવા માટે જાળવણી સ્થિતિ ઉમેરાઈ

  • poweroff આધાર હવે pigeonpoint IPMC માટે ઉમેરાયો

  • BT ઉપડ્રાઈવર હવે લાંબા સમયસમાપ્તિઓને આધાર આપી શકે છે

  • હોટ નિરાકરણ પર યોગ્ય સફાઈ માટે pci_remove નિયંત્રણ ઉમેરાયું

નવા મોડ્યુલ પરિમાણો વિશે જાણકારી માટે, /usr/share/doc/kernel-doc-<kernel version>/Documentation/IPMI.txt નો સંદર્ભ લો.

SCSI
  • Red Hat Enterprise Linux 4 માંથી આ પ્રકાશનમાં SCSI બ્લેકલીસ્ટ પોર્ટ થયું.

  • PCI IDs ને aic79xx ડ્રાઈવર માટે ઉમેરવામાં આવ્યું.

  • aacraid ડ્રાઈવર: PRIMERGY RX800S2 અને RX800S3 ને આધાર આપવા માટે આવૃત્તિ 1.1.5-2437 માં સુધારવામાં આવ્યું.

  • megaraid_sas ડ્રાઈવર: આવૃત્તિ 3.10 માં સુધારવામાં આવ્યું. આ સુધારો bios_param માટે પ્રવેશ બિંદુ વ્યાખ્યાયિત કરે છે, IOCTL મેમરી પુલ ઉમેરે છે, અને ઘણાબધા નાના ભૂલ સુધારાઓ લાગુ કરે છે.

  • Emulex lpfc ડ્રાઈવર: આવૃત્તિ 8.1.10.9 માં સુધારાયું. આ સુધારો ઘણાબધા ફેરફારો લાગુ કરે છે, એકદમ નોંધનીય રીતે:

    • ioctl પાથોમાં host_lock વ્યવસ્થાપન સુધારાયું

    • AMD ચિપસેટ હવે આપોઆપ શોધવામાં આવે છે, અને DMA લંબાઈ 1024 બાઈટોમાં ઘટાડવામાં આવી

    • નોડ dev_loss_tmo દરમ્યાન લાંબા સમય સુધી દૂર કરવામાં આવતા નથી જો શોધખોળ સક્રિય હોય

    • 8GB કડી ઝડપો હવે સક્રિયકૃત છે

  • qla4xxx ડ્રાઈવર નીચેના ફેરફારો લાગુ કરવા માટે સુધારવામાં આવ્યું:

    • IPV6, QLE406x અને ioctl મોડ્યુલો માટે આધાર ઉમેરાયો

    • mutex_lock ભૂલ સુધારવામાં આવી કે જે લુકઅપોને અસર કરી શક્યું હોત

    • qla4xxx અને qla3xxx ના લુકઅપ મુદ્દાઓ ઉકેલાયા જ્યારે ક્યાં તો ઈન્ટરફેસ લોડ કરવા/અનલોડ કરવાનો પ્રયાસ કરે છે

  • mpt fusion ડ્રાઈવરો: આવૃત્તિ 3.04.04 માં સુધારાયું. આ સુધારો ઘણાબધા ફેરફારોને લાગુ કરે છે, એકદમ નોંધનીય રીતે:

    • ઘણાબધી ભૂલ નિયંત્રણ ભૂલો સુધારાઈ

    • mptsas હવે લક્ષ્ય પુનઃસુયોજનો ક્રમાંકિત કરે છે

    • mptsas અને mptfc હવે LUNs અને 255 કરતાં મોટા લક્ષ્યોને આધાર આપે છે

    • LSI mptspi ડ્રાઈવર રીગ્રેસન સુધારાયું કે જે એકદમ ધીમા DVD ડ્રાઈવર પ્રભાવમાં પરિણમ્યું

    • જ્યારે LSI SCSI ઉપકરણ BUSY પરિસ્થિતિ આપે, ત્યારે I/O ઘણીબધી પુનઃપ્રયાસો પછી લાંબા સમય સુધી નિષ્ફળ જતું નથી

    • RAID એરે આપોઆપ-પુનઃબીલ્ડ પછી લાંબા સમય સુધી બિનઉપલબ્ધ રહેતા નથી

  • arcmsr ડ્રાઈવર: Areca RAID નિયંત્રકો માટે આધાર પૂરો પાડવા માટે ઉમેરવામાં આવ્યું.

  • 3w-9xxx મોડ્યુલ: 3ware 9650SE ને યોગ્ય રીતે આધાર આપવા માટે સુધારવામાં આવ્યું.

કર્નલ-સંબંધિત સુધારાઓ

  • CIFS ક્લાઈન્ટ આવૃત્તિ 1.48aRH માં સુધારાઈ ગયું. આ 1.48a પ્રકાશન પર આધારિત છે, પેચો સાથે કે જે નીચેના ફેરફારો લાગુ કરે છે:

    • માઉન્ટ વિકલ્પ sec=none અનામિક માઉન્ટમાં પરિણમે છે

    • CIFS હવે umask ને માન આપે છે જ્યારે POSIX એક્સટેન્સનો સક્રિયકૃત હોય

    • sec= માઉન્ટ વિકલ્પો સુધારાયા કે જે પેકેટ સહી કરવાની અરજી કરે છે

    નોંધ કરો કે EMC Celerra ઉત્પાદનના (NAS Code 5.5.26.x અને નીચે) વપરાશકર્તાઓ માટે, CIFS ક્લાઈન્ટ અટકે છે જ્યારે EMC NAS પરના શેરો વાપરી રહ્યા હોય. આ મુદ્દો નીચેના કર્નલ સંદેશાઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે:

    કર્નલ:  CIFS VFS: સર્વર પ્રત્યુત્તર આપતું નથી
    કર્નલ:  CIFS VFS: cmd 162 mid 380 માટે કોઈ પ્રત્યુત્તર નથી
    કર્નલ:  CIFS VFS: RFC1001 માપ 135 એ Mid=384 માટેના SMB કરતાં મોટું છે
    

    CIFS માઉન્ટ પછી, તેના પરની કોઈપણ ફાઈલ અને કાર્યક્રમ વાંચવા/લખવાનું અશક્ય બની જાય છે કે જે માઉન્ટબિંદુ પર I/O નો પ્રયાસ કરે તે અટકી જશે. આ મુદ્દો ઉકેલવા માટે, NAS Code 5.5.27.5 અથવા પછીનામાં સુધારો (EMC Primus કેસ નંબર emc165978 વાપરો).

  • MODULE_FIRMWARE ટેગો હવે આધારભૂત છે.

  • ICH9 નિયંત્રકો હવે આધારભૂત છે.

  • Greyhound પ્રોસેસરો હવે CPUID કોલમાં આધારભૂત છે.

  • Oprofile હવે નવો Greyhound પ્રતિભાવ ગણક ઘટનાઓને આધાર આપે છે.

  • Directed DIAG એ હવે z/VM ઉપયોગીતાપણું સુધારવા માટે આધારભૂત છે.

  • Intel ગ્રાફિક્સ ચિપસેટ એ હવે DRM કર્નલ મોડ્યુલ મારફતે આધારભૂત છે. આગળ, DRM API એ આવૃત્તિ 1.3 માં સીધા રેન્ડરીંગને આધાર આપવા માટે સુધારવામાં આવેલ છે.

  • ACPI પાવર વ્યવસ્થાપનના સુધારાઓએ S3 suspend-to-RAM અને S4 hibernate ને સુધારેલ છે.

અન્ય સુધારાઓ

  • gaim એ હવે pidgin તરીકે ઓળખાય છે.

  • Intel microcode આવૃત્તિ 1.17 માં સુધારાઈ ગયું. આ નવા Intel પ્રોસેસરો માટે આધાર ઉમેરે છે.

  • dm-multipath ને EMC Clariion સંગ્રહ પર આંતરિક સક્રિય-સક્રિય ફેઈલઓવર વાપરવાનું હવે આધારભૂત છે.

  • ચીની ફોન્ટ Zysong એ હવે fonts-chinese પેકેજના ભાગ તરીકે ક્યારેય સ્થાપિત થશે નહિં. Zysong એ હવે અલગ રીતે fonts-chinese-zysong તરીકે પેકેજ થયેલ છે. fonts-chinese-zysong પેકેજ પુરવઠીય CD માં સ્થિત થયેલ છે.

    નોંધ કરો કે fonts-chinese-zysong પેકેજ એ ચીની રાષ્ટ્રિય પ્રમાણ GB18030 ને આધાર આપવા માટે જરૂરી છે.

  • Challenge Handshake Authentication Protocol (CHAP) વપરાશકર્તાનામ અને પાસવર્ડને દરેકને 256 અક્ષરની મર્યાદા છે.

  • pump એ આ સુધારામાંથી દૂર કરવામાં આવેલ છે. આથી, તમારા નેટવર્ક ઈન્ટરફેસને netconfig મારફતે રૂપરેખાંકિત કરવાનું ભાંગેલ ifcfg સ્ક્રિપ્ટોમાં પરિણમશે.

    તમારું નેટવર્ક ઈન્ટરફેસ યોગ્ય રીતે રૂપરેખાંકિત કરવા માટે, તેની જગ્યાએ system-config-network વાપરો. સુધારાયેલ system-config-network પેકેજ સ્થાપિત કરવાનું netconfig દૂર કરશે.

  • rpm --aid એ લાંબા સમય સુધી આધારભૂત નથી. એ આગ્રહણીય છે કે જ્યારે તમે પેકેજો સુધારી રહ્યા હોય અને સ્થાપિત કરી રહ્યા હોય ત્યારે તમે yum વાપરો.

ટેક્નોલોજી પૂર્વદર્શન

ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણો વર્તમાનમાં Red Hat Enterprise Linux 5.1 ઉમેદવારી સેવાઓ હેઠળ આધારભૂત નથી, કદાચ વિધેયાત્મક રીતે સંપૂર્ણ નહિં હોય, અને તેઓ ઉત્પાદન વપરાશ માટે યોગ્ય નહિં હોય. છતાં, આ લક્ષણો ગ્રાહકની સુગમતા માટે અને લક્ષણને વધુ વિસ્તાર સાથે પૂરું પાડવા માટે સમાવવામાં આવેલ છે.

ગ્રાહકો આ લક્ષણોને બિન-ઉત્પાદન પર્યાવરણમાં ઉપયોગી મેળવી શકશે. ગ્રાહકો ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણો સંપૂર્ણપણે આધારભૂત બને તે પહેલાં તેમના માટે અભિપ્રાય આપવા માટે અને વિધેયાત્મક સૂચનો આપવા માટે પણ સ્વતંત્ર છે. ત્રુટિસૂચીઓ ઊંચા-ઉગ્ર સુરક્ષા મુદ્દાઓ માટે પૂરી પાડવામાં આવશે.

ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણના વિકાસ દરમ્યાન, વધારાના ઘટકો ચકાસણી માટે જાહેર રીતે ઉપલબ્ધ બનશે. ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણોને ભવિષ્યના પ્રકાશનમાં સંપૂર્ણપણે આધાર આપવા માટેનો Red Hat નો આ હેતુ છે.

Stateless Linux

Stateless Linux એ કેવી રીતે સિસ્ટમ ચાલવી જોઈએ અને વ્યવસ્થાપિત થવી જોઈએ તેના વિશે વિચારવાનો નવો રસ્તો છે, તેમને સરળતાથી બદલી શકાય તેવી બનાવવા માટે મોટી સંખ્યાની સિસ્ટમોના બચાવ અને વ્યવસ્થાપનને સરળ કરવા માટે રચાયેલ છે. આ તૈયાર થયેલ સિસ્ટમ ઈમેજો અધિષ્ઠાપિત કરીને પ્રાથમિક રીતે પરિપૂર્ણ કરી શકાય છે કે જેની નકલ બનાવી શકાય અને મોટી સંખ્યાની stateless સિસ્ટમો પર વ્યવસ્થાપિત કરી શકાય, ઓપરેટિંગ સિસ્ટમને માત્ર વાંચી શકાય તેવી રીતે ચલાવીને (વધુ વિગતો માટે /etc/sysconfig/readonly-root નો સંદર્ભ લો).

તેના વિકાસની વર્તમાન આવૃત્તિમાં, Stateless લક્ષણો હેતુવાળા ધ્યેયોના ઉપગણો છે. આ રીતે, ક્ષમતા એ ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે રહી જાય.

નીચે Red Hat Enterprise Linux 5 માં સમાવવામાં આવેલ આરંભિક ક્ષમતાઓની યાદી છે:

  • stateless ઈમેજને NFS પર ચલાવવાનું

  • NFS ઉપર લુપબેક મારફતે પરિસ્થિતિવીહિન ઈમેજ ચલાવવાનું

  • iSCSI પર ચલાવવાનું

એ ખૂબ આગ્રહણીય છે કે જેઓ stateless કોડમાં રસ ધરાવતા હોય તેઓ http://fedoraproject.org/wiki/StatelessLinuxHOWTO આગળના HOWTO વાંચે અને stateless-list@redhat.com માં જોડાય.

Stateless Linux માટેના સક્રિયકરણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટુકડાઓ મૂળભૂત રીતે Red Hat Enterprise Linux 5 માં પરિચિત થયા હતા.

AIGLX

AIGLX એ સંપૂર્ણપણે આધારિત X સર્વરનું ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણ છે. તે GL-પ્રવેગીય અસરોને પ્રમાણભૂત ડેસ્કટોપ પર સક્રિય કરવાનું ધ્યેય રાખે છે. પ્રોજેક્ટ નીચેનાનો સમાવેશ કરે છે:

  • થોડું સુધારેલ X સર્વર

  • સુધારાયેલ Mesa પેકેજ કે જે નવો પ્રોટોકોલ આધાર ઉમેરે છે

આ ઘટકો સ્થાપિત કરીને, તમારી પાસે તમારી ડેસ્કટોપ પર ખૂબ થોડા ફેરફારો સાથેની GL-પ્રવેગીય અસરો હોઈ શકે, સાથે સાથે તેમને જરૂરીયાત પ્રમાણે તમારું X સર્વર બદલ્યા વિના સક્રિય અને નિષ્ક્રિય કરવાની સક્ષમતા હોય છે. AIGLX એ દૂરસ્થ GLX કાર્યક્રમોને હાર્ડવેર GLX પ્રવેગકનો લાભ ઉઠાવવા માટે કાર્યક્રમોને સક્રિય પણ કરે છે.

devicescape (d80211)

devicescape સ્ટેક iwlwifi 4965GN વાયરલેસ ડ્રાઈવરને સક્રિય કરે છે. આ સ્ટેક ચોક્કસ વાયરલેસ ઉપકરણોને કોઈપણ Wi-Fi નેટવર્ક સાથે જોડાવા માટે પરવાનગી આપે છે.

આ સ્ટેકને કોડ આધાર છે કે જે હજુ સુધી અપસ્ટ્રીમમાં સ્વીકારવાનું બાકી છે. વધુમાં, આ સ્ટેકની સક્ષમતા એ ચકાસણી મારફતે ખાતરી કરવાની પણ બાકી છે. આથી, આ સ્ટેક એ આ પ્રકાશનમાં ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે સમાવવામાં આવેલ છે.

FS-Cache

FS-Cache એ દૂરસ્થ ફાઈલ સિસ્ટમો માટે સ્થાનીય કેશીંગ સેવા છે કે જે વપરાશકર્તાઓને સ્થાનીય રીતે માઉન્ટ કરેલ ડિસ્ક પર NFS માહિતી કેશ કરવા માટે પરવાનગી આપે છે. FS-Cache સેવા સુયોજિત કરવા માટે, cachefilesd RPM સ્થાપિત કરો અને /usr/share/doc/cachefilesd-<version>/README માંના સૂચનોનો સંદર્ભ લો.

<version> ને cachefilesd પેકેજની સ્થાપિત થયેલ આવૃત્તિ સાથે બદલો.

Systemtap

Systemtap ચાલી રહેલ Linux સિસ્ટમ વિશે જાણકારી મેળવવાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરળ બનાવવા માટે મુક્ત સોફ્ટવેર (GPL) પૂરું પાડે છે. આ પ્રભાવ અથવા વિધેયાત્મક સમસ્યાની તપાસ કરવામાં સહાય કરે છે. systemtap ની મદદથી, વિકાસકર્તાઓને લાંબા સમય સુધી જટિલ અને ભંગાણજનક વાજિંત્રમાંથી જવાની જરૂર નથી, પુનઃકમ્પાઈલ કરવા, સ્થાપન કરવા અને રીબુટ કરવા કે જે કદાચ માહિતી એકઠી કરવા માટે જરૂરી હોય તેની પણ જરૂર નથી.

iSCSI લક્ષ્ય

Linux target (tgt) ફ્રેમવર્ક સિસ્ટમને બ્લોક-સ્તર SCSI સંગ્રહને અન્ય સિસ્ટમોમાં સેવા આપવા માટે પરવાનગી આપે છે કે જેને SCSI આરંભ કરનાર હોય. આ ક્ષમતા એ શરૂઆતમાં Linux iSCSI લક્ષ્ય તરીકે જમાવવામાં આવેલ છે, સંગ્રહને નેટવર્ક ઉપર કોઈપણ iSCSI આરંભ કરનારમાં સેવા આપીને.

iSCSI લક્ષ્ય સુયોજીત કરવા માટે, scsi-target-utils RPM સ્થાપિત કરો અને આમાંના સૂચનોનો સંદર્ભ લો:

  • /usr/share/doc/scsi-target-utils-<version>/README

  • /usr/share/doc/scsi-target-utils-<version>/README.iscsi

<version> ને પેકેજની સ્થાપિત થયેલ લગતીવળગતી આવૃત્તિ સાથે બદલો.

વધુ જાણકારી માટે, man tgtadm નો સંદર્ભ લો.

ફાયરવાયર

firewire-sbp2 મોડ્યુલ એ આ સુધારામાં ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે સમાવવામાં આવેલ છે. આ મોડ્યુલ ફાયરવાયર સંગ્રહ ઉપકરણો અને સ્કેનરો સાથેનું જોડાણ સક્રિય કરે છે.

હાલમાં, ફાયરવાયર નીચેનું આધાર આપતું નથી:

  • IPv4

  • pcilynx યજમાન નિયંત્રકો

  • multi-LUN સંગ્રહ ઉપકરણો

  • સંગ્રહ ઉપકરણોને એકદમ સરસ-નહિં એવો વપરાશ

વધુમાં, નીચેના મુદ્દાઓ હજુ પણ ફાયરવાયરની આ આવૃત્તિમાં હાજર છે:

  • SBP2 ડ્રાઈવરમાં મેમરી છિદ્ર મશીનને બિનપ્રત્યુત્તરીય બનાવવાનું કારણ બનશે.

  • આ આવૃત્તિમાંનો કોડ big-endian મશીનોમાં યોગ્ય રીતે કામ કરતો નથી. આ PowerPC માં અનિચ્છનીય વર્તણૂકમાં આગે થઈ શક્યું હોત.

ઉકેલાયેલ મુદ્દાઓ

  • SATA ભૂલ કે જેણે SATA-લગાવેલ સિસ્ટમોને બુટ પ્રક્રિયા દરમ્યાન અટકાવવાનું કારણ બન્યું અને ડિસ્પ્લેને અઠકાવવા પહેલાં ભૂલમાં પરિણમ્યું તે હવે સુધારાઈ ગયેલ છે.

  • મલ્ટી-બુટ સિસ્ટમોમાં, parted હવે પ્રથમ પ્રાથમિક પાર્ટીશનનો શરૂઆતી સેક્ટર સાચવે છે કે જ્યાં Windows Vista™ સ્થાપિત થયેલ હોય. આથી, જ્યારે Red Hat Enterprise Linux 5.1 અને Windows Vista™ બંને સાથે મલ્ટી-બુટ સિસ્ટમ સુયોજીત કરી રહ્યા હોય, ત્યારે પછીથી બુટ નહિં કરી શકાય તેવું લાંબા સમય સુધી શક્ય નથી.

  • rmmod xennet લાંબા સમય સુધી domU ને ભાંગવાનું કારણ બનતું નથી.

  • 4-socket AMD Sun Blade X8400 Server Module સિસ્ટમો કે જેઓને node 0 માં મેમરી રૂપરેખાંકિત થયેલ નહિં હોય તેઓ બુટ દરમ્યાન દુઃખાવો આપશે.

  • conga અને luci હવે ફેઈલઓવર ડોમેઈનો બનાવવા અને રૂપરેખાંકિત કરવા માટે વાપરી શકાય છે.

  • જ્યારે Cluster Storage જૂથને yum મારફતે સ્થાપિત કરી રહ્યા હોય, ત્યારે પરિવહન લાંબા સમય સુધી નિષ્ફળ જતું નથી.

  • સ્થાપન દરમ્યાન, અયોગ્ય SELinux સંદર્ભો લાંબા સમય સુધી /var/log/faillog અને /var/log/tallylog માં સોંપવામાં આવતા નથી.

  • જ્યારે Red Hat Enterprise Linux 5.1 ને વિભાજીત સ્થાપન મીડિયા (ઉદાહરણ તરીકે, CD અથવા NFSISO) ની મદદથી સ્થાપિત કરી રહ્યા હોય, ત્યારે amanda-server ના સ્થાપન દરમ્યાન ભૂલ આવે છે.

  • EDAC હવે તાજેતરના k8 પ્રોસેસરો પર યોગ્ય જથ્થાની મેમરીનો અહેવાલ આપે છે.

  • જીનોમ ડેસ્કટોપમાં gdm મારફતે દૂરસ્થ પ્રવેશ કરવાનું લાંબા સમય સુધી પ્રવેશ સ્ક્રીનને અટકવાનું કારણ બનતું નથી.

  • autofs માંની ભૂલ કે જેણે વિવિધ-માઉન્ટને યોગ્ય રીતે કામ કરવાથી અટકાવેલ છે તે હવે સુધારાઈ ગઈ છે.

  • tvtime અને xawtv ને bttv કર્નલ મોડ્યુલ સાથે ચલાવવાનું લાંબા સમય સુધી સિસ્ટમને અટકવાનું કારણ બનતું નથી.

  • utrace ના ઘણાબધા પેચો નીચેના સુધારાઓ લાગુ કરે છે:

    • ભૂલ સુધારી કે જે ભંગાણને race શરતમાં કારણ બને છે જ્યારે ptrace વાપરી રહ્યા હોય

    • રીગ્રેસન સુધારાયું કે જે ઘણાબધા EIO વળતરોમાં અમુક PTRACE_PEEKUSR કોલોમાંથી ભૂલોમાં પરિણમ્યા

    • રીગ્રેસન સુધારાયું કે જેણે અમુક wait4 કોલોને જ્યારે બાળ અમુક ચોક્કસ પરિસ્થિતિઓ હેઠળ બંધ થાય ત્યારે જગાડવાથી અટકાવેલ હતું

    • રીગ્રેસન સુધારાયું કે જેણે અમુક વાર SIGKILL ને પ્રક્રિયા બંધ કરવાથી અટકાવેલ છે. આ થાય જો ptrace એ પ્રક્રિયા પર અમુક ચોક્કસ પરિસ્થિતિઓ હેઠળ કરવામાં આવ્યું હતું.

  • RealTime Clock (RTC) ભૂલ કે જેણે એલાર્મ અને સામયિક RTC ઈન્ટ્રપ્ટોને યોગ્ય રીતે કામ કરવાથી અટકાવેલ હતું તે સુધારાઈ ગઈ.

જાણીતા મુદ્દાઓ

  • પ્રથમ વખત પ્રકાશન નોંધો બટન એ એનાકોન્ડા માં ક્લિક થયું, વિલંબ થાય છે જ્યારે વિન્ડો પ્રકાશન નોંધોને રેન્ડર કરે છે. આ વિલંબ દરમ્યાન, વિન્ડોમાં ખાલી હોય એવી યાદી દેખાય છે. રેન્ડરીંગ સામાન્ય રીતે ઝડપથી સમાપ્ત થાય છે, તેથી મોટા ભાગના વપરાશકર્તાઓને આનું સૂચન થશે નહિં.

    આ વિલંબ મોટે ભાગે એ હકીકતને કારણે છે કે જે પેકેજ સ્થાપન તબક્કો એ મોટા ભાગના સ્થાપનના CPU-હેતુલક્ષી તબક્કો જ છે.

  • અમુક મશીનો કે જે NVIDIA ગ્રાફિક્સ કાર્ડો વાપરે છે તેઓ બગડેલ ગ્રાફિક્સ દર્શાવી શકશે અથવા ફોન્ટ જ્યારે ગ્રાફિકવાળું સ્થાપક વાપરી રહ્યા હોય અથવા ગ્રાફિકવાળા પ્રવેશ દરમ્યાન. આને ઉકેલવા માટે, વર્ચ્યુઅલ કન્સોલમાં બદલાવ અને મૂળ X યજમાનમાં પાછા જાવ.

  • યજમાન બસ એડેપ્ટરો કે જે MegaRAID ડ્રાઈવર વાપરે છે તે "મોટો સંગ્રહ" ઈમ્યુલેશન સ્થિતિમાં સુયોજિત થયેલ હોવું જ જોઈએ, નહિં કે "I2O" ઈમ્યુલેશન સ્થિતિમાં. આમ કરવા માટે, નીચેના પગલાંઓ અનુસરો:

    1. MegaRAID BIOS Set Up ઉપયોગીતા દાખલ કરો.

    2. એડેપ્ટર સુયોજનો મેનુ દાખલ કરો.

    3. અન્ય એડેપ્ટર વિકલ્પો હેઠળ, ઈમ્યુલેશન પસંદ કરો અને તેને મુખ્ય સંગ્રહ માં સુયોજિત કરો.

    જો એડેપ્ટર એ અયોગ્ય રીતે "I2O" ઈમ્યુલેશનમાં સુયોજિત થયેલ હોય, તો સિસ્ટમ i2o ડ્રાઈવર લોડ કરશે. આ નિષ્ફળ જશે, અને યોગ્ય ડ્રાઈવર લોડ કરવાથી અટકાવશે.

    પહેલાંના Red Hat Enterprise Linux પ્રકાશનો સામાન્ય રીતે I20 ડ્રાઈવરને MegaRAID ડ્રાઈવર પહેલાં લોડ કરતા નથી. આના સંદર્ભે, હાર્ડવેર જ્યારે Linux સાથે વપરાય ત્યારે હંમેશા "મુખ્ય સંગ્રહ" ઈમ્યુલેશન સ્થિતિમાં સુયોજિત થયેલ હોવું જોઈએ.

  • લેપટોપ કે જેઓને Cisco Aironet MPI-350 વાયરલેસ કાર્ડ લગાવેલ હોય તે વાયરવાળા ઈથરનેટ પોર્ટ પર કોઈપણ નેટવર્ક-આધારિત સ્થાપન દરમ્યાન DHCP સરનામું મેળવતી વખતે અટકશે.

    આના ઉકેલ માટે, તમારા સ્થાપન માટે સ્થાનીક મીડિયા વાપરો. વૈકલ્પિક રીતે, તમે સ્થાપન પહેલાં લેપટોપ BIOS માં વાયરલેસ નિષ્ક્રિય કરી શકો (તમે સ્થાપન સમાપ્ત કર્યા પછી વાયરલેસ કાર્ડ પુનઃ-સક્રિય કરી શકો છો).

  • વર્તમાનમાં, system-config-kickstart પેકેજ પસંદગી અને નાપસંદગીને આધાર આપતું નથી. જ્યારે system-config-kickstart વાપરી રહ્યા હોય, ત્યારે પેકેજ પસંદગી વિકલ્પ સૂચવે છે કે તે નિષ્ક્રિય કરવામાં આવેલ છે. આવું એટલા માટે છે કારણ કે system-config-kickstart એ જૂથ જાણકારી મેળવવા માટે yum વાપરે છે, પરંતુ તે Red Hat Network સાથે જોડાણ કરવા માટે yum રૂપરેખાંકિત કરવા માટે અસમર્થ છે.

    હાલમાં, તમારે તમારી કિકસ્ટાર્ટ ફાઈલોમાં પેકેજ વિભાગો જાતે સુધારવાની જરૂર રહેશે. જ્યારે કિકસ્ટાર્ટ ફાઈલ ખોલવા માટે system-config-kickstart વાપરી રહ્યા હોય, ત્યારે તે તેમાં બધી પેકેજ જાણકારી સાચવશે અને જ્યારે તમે સંગ્રહો ત્યારે તેમાં ફરીથી લખે છે.

  • /var/log/boot.log માં બુટ-સમય લોગીંગ એ Red Hat Enterprise Linux 5 ની આ આવૃત્તિમાં ઉપલબ્ધ નથી. સમતુલ્ય વિધેય ભવિષ્યના સુધારામાં ઉમેરવામાં આવશે.

  • જ્યારે Red Hat Enterprise Linux 4 માંથી Red Hat Enterprise Linux 5 માં સુધારી રહ્યા હોય, ત્યારે જમાવટ માર્ગદર્શન આપોઆપ સ્થાપિત થશે નહિં. તમારે સુધારો સમાપ્ત કર્યા પછી તેને જાતે સ્થાપિત કરવા માટે pirut વાપરવાની જરૂર છે.

  • જો X ચાલી રહ્યું હોય અને vesa સિવાયનું ડ્રાઈવર વાપરી રહ્યું હોય તો સિસ્ટમ kexec/kdump કર્નલમાં સફળતાપૂર્વક રીબુટ થશે નહિં. આ સમસ્યા માત્ર ATI Rage XL ગ્રાફિક્સ ચીપસેટો સાથે જ અસ્તિત્વમાં છે.

    જો X એ ATI Rage XL સાથે જોડાયેલ સિસ્ટમ પર ચાલી રહ્યું હોય, તો ખાતરી કરો કે તે kexec/kdump કર્નલમાં સફળતાપૂર્વક રીબુટ કરવા માટે vesa ડ્રાઈવર વાપરી રહ્યું છે.

  • વર્ચ્યુઅલાઈઝેશન લક્ષણ સ્થાપિત કરવાનું xw9300 અને xw9400 મોડેલ નંબરો સાથેની HP સિસ્ટમો પર time went backwards ચેતવણી પેદા કરશે.

    xw9400 મશીનો માટે આ મુદ્દો ઉકેલવા માટે, HPET ટાઈમર સક્રિય કરવા માટે BIOS સુયોજનો રૂપરેખાંકિત કરો. નોંધ કરો કે આ વિકલ્પ xw9300 મશીનો પર ઉપલબ્ધ નથી.

    આ HP દ્વારા આવી રહેલ BIOS સુધારામાં ઉકેલવામાં આવશે.

  • જ્યારે Red Hat Enterprise Linux 5 ને nVidia CK804 ચિપસેટ સ્થાપિત થયેલ મશીન પર વાપરી રહ્યા હોય, ત્યારે નીચેના કર્નલ સંદેશાઓ દેખાશે:

    kernel: assign_interrupt_mode Found MSI capability
    kernel: pcie_portdrv_probe->Dev[005d:10de] has invalid IRQ. Check vendor BIOS
    

    આ સંદેશાઓ સૂચવે છે કે ચોક્કસ PCI-E પોર્ટો IRQ ની અરજી કરતા નથી. આગળ, આ સંદેશાઓ, કોઈપણ રીતે, મશીનની પ્રક્રિયાને અસર કરતા નથી.

  • દૂર કરી શકાય તેવા સંગ્રહ ઉપકરણો (જેમ કે CDs અને DVDs) આપોઆપ માઉન્ટ થતા નથી જ્યારે તમે રુટ તરીકે પ્રવેશેલ હોય. આથી, તમારે ઉપકરણને જાતે ગ્રાફિકવાળા ફાઈલ વ્યવસ્થાપકની મદદથી માઉન્ટ કરવાની જરૂર રહેશે.

    વૈકલ્પિક રીતે, તમે ઉપકરણને /media હેઠળ માઉન્ટ કરવા માટે નીચેનો આદેશ ચલાવી શકો છો:

    mount /dev/<device name> /media
    
  • Calgary IOMMU ચીપ એ આ સુધારામાં મૂળભૂત રીતે આધારભૂત નથી. આ ચીપ માટેનો આધાર સક્રિય કરવા માટે, કર્નલ આદેશ વાક્ય વિકલ્પ iommu=calgary વાપરો.

  • IBM System z એ પારંપરિક Unix-શૈલી ભૌતિક કન્સોલ પૂરું પાડતું નથી. આથી, IBM System z માટેનું Red Hat Enterprise Linux 5 એ આરંભિક સ્થાપન કાર્યક્રમને લોડ કરવા દરમ્યાન firstboot વિધેયને આધાર આપતું નથી.

    IBM System z પર Red Hat Enterprise Linux 5 નું સુયોજન યોગ્ય રીતે આરંભ કરવા માટે, સ્થાપન પછી નીચેના આદેશો ચલાવો:

    • /usr/bin/setupsetuptool પેકેજ દ્વારા પૂરું પાડવામાં આવેલ છે.

    • /usr/bin/rhn_registerrhn-setup પેકેજ દ્વારા પૂરું પાડવામાં આવેલ છે.

  • જ્યારે Red Hat Enterprise Linux 5 માંથી Red Hat Enterprise Linux 5.1 માં Red Hat Network મારફતે સુધારો કરી રહ્યા હોય, ત્યારે yum તમને redhat-beta કી આયાત કરવા માટે પૂછશે નહિં. આથી, એ સલાહનીય છે કે તમે redhat-beta કીને જાતે સુધારો કરવા પહેલાં આયાત કરો. આવું કરવા માટે, નીચેનો આદેશ ચલાવો:

    rpm --import /etc/pki/rpm-gpg/RPM-GPG-KEY-redhat-beta

  • જ્યારે LUN રૂપરેખાંકિત ભરનાર પરથી કાઢી નાંખવામાં આવેલ હોય, ત્યારે ફેરફાર યજમાન પર અસરમાં આવતો નથી. આવા કિસ્સાઓમાં, lvm આદેશો ચોક્કસપણ અટકી જશે જ્યારે dm-multipath વપરાય, કારણ કે LUN એ હવે stale બની ગયેલ છે.

    આને ઉકેલવા માટે, બધા ઉપકરણ અને mpath કડી પ્રવેશોને /etc/lvm/.cache માંથી કાઢી નાંખો કે જે stale LUN લગતા હોય.

    આ પ્રવેશો કયા છે તે શોધવા માટે, નીચેનો આદેશ ચલાવો:

    ls -l /dev/mpath | grep <stale LUN>

    ઉદાહરણ તરીકે, જો <stale LUN> એ 3600d0230003414f30000203a7bc41a00 હોય, તો નીચેના પરિણામો દેખાશે:

    lrwxrwxrwx 1 root root 7 Aug  2 10:33 /3600d0230003414f30000203a7bc41a00 -> ../dm-4
    lrwxrwxrwx 1 root root 7 Aug  2 10:33 /3600d0230003414f30000203a7bc41a00p1 -> ../dm-5
    

    આનો અર્થ એ થાય કે 3600d0230003414f30000203a7bc41a00 એ બે mpath કડીઓ સાથે જોડાયેલ છે: dm-4 અને dm-5.

    આથી, નીચેની લીટીઓ /etc/lvm/.cache માંથી કાઢી નાંખવામાં આવવી જોઈએ:

    /dev/dm-4 
    /dev/dm-5 
    /dev/mapper/3600d0230003414f30000203a7bc41a00
    /dev/mapper/3600d0230003414f30000203a7bc41a00p1
    /dev/mpath/3600d0230003414f30000203a7bc41a00
    /dev/mpath/3600d0230003414f30000203a7bc41a00p1
    
  • જ્યારે CD અથવા DVD માંથી સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ Windows™ મહેમાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય, ત્યારે મહેમાન સ્થાપનનું બીજું પગલું રીબુટ કરવા પર ચાલુ રહેશે નહિં.

    આનો ઉકેલ લાવવા માટે, CD / DVD ઉપકરણ માટે પ્રવેશ યોગ્ય રીતે ઉમેરીને /etc/xen/<name of guest machine> માં ફેરફાર કરો.

    જો સાદી ફાઈલમાં સ્થાપન વર્ચ્યુઅલ ઉપકરણ તરીકે વાપરવામાં આવે, તો /etc/xen/<name of guest machine> ની disk લીટી નીચેના જેવી વંચાશે:

    disk = [ 'file:/PATH-OF-SIMPLE-FILE,hda,w']
    

    યજમાન પર /dev/dvd તરીકે સ્થિત થયેલ DVD-ROM ઉપકરણ સ્થાપનના તબક્કા ૨ માં hdc તરીકે 'phy:/dev/dvd,hdc:cdrom,r' જેવો પ્રવેશ ઉમેરીને ઉપલબ્ધ બનાવી શકાય છે. જેમ કે, ડિસ્ક લીટી હવે નીચે બતાવ્યા અનુસાર વંચાવી જોઈએ:

    disk = [ 'file:/opt/win2003-sp1-20061107,hda,w', 'phy:/dev/dvd,hdc:cdrom,r']
    

    વાપરવા માટેનો ચોક્કસ ઉપકરણ પાથ તમારા હાર્ડવેર પર આધાર રાખીને બદલાઈ શકશે.

  • જો sctp મોડ્યુલ એ કર્નલમાં ઉમેરાયેલ નહિં હોય, તો netstat ને -A inet અથવા -A inet6 વિકલ્પ સાથે ચલાવવાનું નીચેના સંદેશા સાથે અડધેથી બંધ થઈ જશે:

    netstat: આ સિસ્ટમ પર `AF INET (sctp)' માટે કોઈ આધાર નથી.        
    

    આને અવગણવા માટે, sctp કર્નલ મોડ્યુલ સ્થાપિત કરો.

  • Red Hat Enterprise Linux 3.9 ને સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાન પર સ્થાપિત કરવાનું એકદમ ધીમું થઈ જશે. વધુમાં, મહેમાનને સ્થાપન પછી બુટ કરવાનું hda: lost interrupt ભૂલોમાં પરિણમશે.

    આ બુટઅપ ભૂલ અવગણવા માટે, મહેમાનને SMP કર્નલ વાપરવા માટે રૂપરેખાંકિત કરો.

  • વર્તમાન કર્નલો Data Terminal Ready (DTR) સંકેતોને બુટ સમય દરમ્યાન સીરીયલ પોર્ટો પર છાપવા પહેલાં મૂકતા નથી. DTR મૂકવાનું અમુક ઉપકરણો દ્વારા જરૂરી છે; આના પરિણામે, કર્નલ બુટ સંદેશાઓ આવા ઉપકરણો પર સીરીયલ કન્સોલ પર છપાતા નથી.

  • યજમાન (dom0) સિસ્ટમને Red Hat Enterprise Linux 5.1 માં સુધારવાનું હાલની Red Hat Enterprise Linux 4.5 SMP પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનોને નહિં બુટ કરી શકાય તેવું બનાવશે. આ મોટે ભાગે થાય છે જ્યારે યજમાન સિસ્ટમ પાસે 4GB ની RAM કરતાં વધુ હોય.

    આને ઉકેલવા માટે, દરેક Red Hat Enterprise Linux 4.5 મહેમાનને એક CPU સ્થિતિમાં બુટ કરો અને તેની કર્નલને તાજેતરની આવૃત્તિમાં સુધારો (Red Hat Enterprise Linux 4.5.z માટે).

  • AMD 8132 અને HP BroadCom HT100 અમુક પ્લેટફોર્મ પર વાપરવામાં આવતા હતા (જેમ કે HP dc7700) કે જે MMCONFIG ચક્રોને આધાર આપતા નથી. જો તમારી સિસ્ટમ કોઈપણ ચિપસેટ વાપરે, તો તમારું PCI રૂપરેખાંકન લીગસી PortIO CF8/CFC પદ્ધતિ વાપરતું હોવું જોઈએ. આને રૂપરેખાંકિત કરવા માટે, સિસ્ટમને સ્થાપન દરમ્યાન -pci nommconfig પરિમાણ સાથે બુટ કરો અને pci=nommconf ને GRUB માં પુનઃબુટ કર્યા પછી ઉમેરો.

    આગળ, AMD 8132 ચિપસેટ Message Signaled Interrupts (MSI) ને આધાર આપતું નથી. જો તમારી સિસ્ટમ આ ચિપસેટ વાપરે, તો તમારે MSI પણ નિષ્ક્રિય કરવું જોઈએ. આવું કરવા માટે, સ્થાપન દરમ્યાન કર્નલ પરિમાણ -pci nomsi વાપરો અને પુનઃબુટ કર્યા પછી GRUB માં pci=nomsi ઉમેરો.

    છતાંય, જો તમારું ચોક્કસ પ્લેટફોર્મ કર્નલ દ્વારા બ્લેકલીસ્ટ થયેલ હોય, તો તમારી સિસ્ટમને પછીથી ઉલ્લેખ થયેલ pci કર્નલ પરિમાણોની જરૂર રહેતી નથી. નીચેના HP પ્લેટફોર્મ કર્નલ દ્વારા પહેલાથી જ બ્લેકલીસ્ટ થયેલ છે:

    • DL585g2

    • dc7500

    • xw9300

    • xw9400

  • આ પ્રકાશનમાં સમાવવામાં આવેલ વર્ચ્યુઅલ મશીન વ્યવસ્થાપક (virt-manager) વપરાશકર્તાઓને પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાન સ્થાપકને વધારાની બુટ દલીલો સ્પષ્ટ કરવા માટે પરવાનગી આપતું નથી. આ ખરું છે જો જ્યારેપણ આવી દલીલો ચોક્કસ પ્રકારના હાર્ડવેર પર પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનોના વિશિષ્ટ પ્રકારો સ્થાપિત કરવા માટે જરૂરી હોય.

    આ મુદ્દો virt-manager ના ભવિષ્યના પ્રકાશનમાં સંબોધવામાં આવશે. આદેશ વાક્યમાંથી પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનો સ્થાપિત કરવામાં ચોક્કસ કર્નલ દલીલો સ્પષ્ટ કરવા માટે, virt-install વાપરો.

  • મૂળભૂત dm-multipath રૂપરેખાંકન સાથે, Netapp ઉપકરણો પહેલાંથી નિષ્ફળ પાથ પુનઃસંગ્રહાય તે પછી ફેઈલબેક પૂરું કરવા માટે થોડી મિનિટો લેશે. આ સમસ્યા ઉકેલવા માટે, નીચેના Netapp ઉપકરણ રૂપરેખાંકનને multipath.conf ફાઈલના devices વિભાગમાં ઉમેરો:

    devices {
            device {
                    vendor                  "NETAPP"
                    product                 "LUN"
                    getuid_callout          "/sbin/scsi_id -g -u -s /block/%n"
                    prio_callout            "/sbin/mpath_prio_netapp /dev/%n"
                    features                "1 queue_if_no_path"
                    hardware_handler        "0"
                    path_grouping_policy    group_by_prio
                    failback                immediate
                    rr_weight               uniform
                    rr_min_io               128
                    path_checker            directio
            }
    

( amd64 )



[1] આ મટીરીયલ Open Publication License, v1.0 માં પ્રાપ્ય શરતો અને કાયદાઓ અનુસાર વિતરણ થવી જોઈએ, કે જે http://www.opencontent.org/openpub/ આગળ ઉપલબ્ધ છે.

mirror server hosted at Truenetwork, Russian Federation.